મોરબી એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડમાં મારા-મારી:બે ઘાયલ

- text


મોરબી:મોરબીના એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડમાં ગઈકાલે છોકરાવ-છોકરાવ વચ્ચે સામાન્ય તકરારમાં ઝગડો થતા બે સગીર ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં માં ખસેડાયા હતા,જોબકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડમાં ગઈકાલે છોકરાવ-છોકરાવ વચ્ચે તકરાર થતા ભવ્યદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.૧૪ અને ગોપાલસિંહ ભીખુભા ઝાલા નામના સગીરને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે સિવિલ હોસ્પિટલના તબીબે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે એમ.એલ.સી. કેસ નોંધ્યો છે,જો કે હજુ સુધી આ મામલે સતાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

 

- text