સેલ્સટેક્સની નોકરી છોડી બિઝનેસમાં શિરમોર સફળતા મેળવનાર કે.જી.કુંડારીયાનો આજે જન્મદિવસ

- text


મોરબી:૧૯૯૭માં સેલ્સટેક્સની મોભાદાર નોકરી છોડી મોઝેક ટાઇલ્સની કલરફુલ ચિપ્સનો બિઝનેસ શરૂ કરી આજે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટક્ષેત્રે સફળતાના શિખરો સર કરનાર ખીમજીભાઈ કુંડારીયાનો (કે.જી.કુંડારીયા) આજે જન્મદિવસ છે.

- text

મૂળ નિચિમાંડલના વતની અને મોરબીની કર્મભૂમિ બનાવનાર અત્યન્ત મિલનસાર સ્વભાવ અને સયુંકત કુટુંબ ભાવનામાં માનનાર ખીમજીભાઈ કુંડારીયાએ સેલટેક્સ વિભાગની સરકારી છોડી દઈ નસીબના જોરે નહિ પરંતુ બુદ્ધિના બળે ધનકુબેર બનવા ૧૯૯૭માં પોતાનો મોઝેક ટાઇલ્સ ચિપ્સ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો આ સમયે મોરબીમાં મોઝેક ટાઇલ્સના ૩૦૦થી વધુ યુનિટ ધમધમતા હતા,બાદમાં સમય સાથે તાલ મિલાવી ભાભા એક્સપોર્ટ હાઉસ શરૂ કર્યું અને આજે એક બે નહીં અનેક એક્સપોર્ટ હાઉસની શૃંખલા ઉભી કરી ખીમજીભાઈએ દુબઈમાં પોતાનું એક્સપોર્ટ હાઉસ કાર્યાન્વિત કરી થ્રી સ્ટાર એક્સપોર્ટરનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.
વર્ષ ૨૦૦૭માં સિરામિક ટાઇલ્સ ઉત્પાદન શરૂ કરી ભારતમાજ નહિ બલ્કે વિદેશમાં પણ સારી નામના મેળવી છે અને છેલ્લા ત્રણ વર્ષથી મોરબી સિરામિક એસોસિએશનનું પ્રમુખપદ શોભાવી આજે વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોનું વૈશ્વિક આયોજન કરવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે.
આજે તેમના જન્મદિવસે શુભેચ્છકો,મિત્રો અને કુટુંબીજનો તરફથી મો.9825222705 પર ખૂબ-ખૂબ શુભકામનાઓ મળી રહી છે.

 

- text