માળીયાના મેઘપર ગામે ટ્રેક્ટરની લારીનું પાટિયું પડતા બાળકનું મોત

- text


માળીયા:માળિયા તાલુકાના મેઘપર ગામે રહેતા મોહનભાઈ આદિવાસીનો બે વર્ષનો પુત્ર પ્રકાશ વાડીમાં રાખવામાં આવેલ ટ્રેકટરની લારીમાં રમતો હતો ત્યારે લારીની સાઈડ ખુલી જતા લોખંડનું પાટિયું તેને માથામાં લાગતા ઈજા થતા મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

- text