અંતે મોરબી જિલ્લામાં યુવા સ્વાવલંબન હેલ્પ સેન્ટરનો પ્રારંભ

- text


ગ્રેજ્યુએશન કોર્ષ માટે હવે જે.એ.પટેલ કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ

મોરબી:સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યીજના હેઠળ ફાળવવામાં આવેલા હેલ્પસેન્ટરોમાં મોરબી જીલની બાદબાકી થઈ જતા આ માંમલે વારંવારની રજૂઆતના અંતે મોરબીની જે.એ.પટેલ કોલેજમાં હેલ્પ સેન્ટર ફાળવવામાં આવ્યું છે.

મોરબીમાં ગ્રેજ્યુએશન કોર્ષ માટે એક પણ હેલ્પ સેન્ટર ન હોવાથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નું હેલ્પ સેન્ટર ખોલવા છેલ્લા એક વર્ષથી ટંકારા તાલુકાના લજાઈ ગામના ગૌતમભાઈ વામજા દ્વારા સરકારમા રજુઆત કરવામા આવી હતી.
આ રજૂઆતના પગલે બેચલર ડિગ્રીના ફોર્મ ભરવા માટે જે.એ.પટેલ મહિલા કોલેજને સરકાર દ્વારા સેન્ટર ફાળવવામાં આવ્યું છે જેથી હવે વિદ્યાર્થીઓને બેચરલ ડીગ્રી માટેના ફોર્મ ભરવા રાજકોટ કે જામનગરનો ધક્કો ખાવો નહિ પડે.

- text

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ એલ.ઇ.કોલેજ મોરબીને સેન્ટર ફળવાયું હતું પરંતુ ત્યાં એન્જીનીયરીંગ અને અન્ય કોર્ષ માટે જ કામગીરી થતી હતી પરંતુ હવે જે.એ.પટેલ કોલેજમાં નવું સેન્ટર શરૂ થતાં આ હેલ્પ સેન્ટર ટંકારા .મોરબી હળવદ વાકાનેર માળિયા તાલુકાના વિધાથીઓ માટે લાભ દાયક બનશે.

- text