કાલે મોરબીમાં મેગા જોબ એક્સ્પો : સીરામીક ક્ષેત્રે નોકરીની વિપુલ તકો

- text


મોરબી : આવતીકાલે રવિવારે મોરબીમાં મેગા સીરામીક જોબ એક્સપો યોજાનાર હોય ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ કંપની દ્વારા યુવક-યુવતીઓને આ જોબ એક્સપોમાં ભાગ લઈ ભારત જ નહીં બલ્કે ભારત બહાર પણ નોકરી માટેની વિપુલ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે

ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ કંપની દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી ઘડતર અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે આવતીકાલે મોરબીના નેશનલ હાઇવે પર ત્રાજપર નજીક આવેલ શિવ અજંતા હોટલ ખાતે જોબ એક્સ્પો-૨૦૧૭નું આયોજન કર્યું છે,જેમાં સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન ૫૦ થી વધુ સિરામિક કંપનીઓ જુદી-જુદી ૩૦૦થી વધુ જગ્યા માટે સ્પોટ જોબ ઓફર કરનાર છે.

જોબ એક્સ્પો ૨૦૧૭ અંગે ગ્લોબલ જોબ પ્લેસમેન્ટના રસ્મિનભાઈ ચન્દ્રોલાએ જણાવ્યું હતું કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવી યુવાનો ભારતમા જ નહિ બલ્કે ભારત બહાર વિદેશમાં પણ સારી નોકરીની તક છે અત્યાર સુધીમાં ગ્લોબલ પ્લેસમેન્ટ દ્વારા ભારત અને ભારત બહાર ૫૦૦૦ લોકોને સારી જોબ આપી છે.

- text

નોંધનીય છે કે આ મેગા જોબ એક્સપોમાં પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે,ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ફ્રેશર,ધોરણ ૧૦/૧૨ પાસ,આઈટીઆઈ પાસ કાર્લ ઉમેદવાર,ગ્રેજ્યુએટ,પોસ્ટ ગ્રેજ્યુએટ,કે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://globaljobmorbi.com/job_fair/ પર રજીસ્ટ્રેશન કરવી વીઆઈપી એન્ટ્રી કુપન મેળવી લેવું ફરજિયાત છે.

- text