હળવદ પુરુષાર્થ ગૌશાળાનો નંદી ઉત્તરપ્રદેશના ગોકુળ ગૌશાળાને ભેટ અપાયો

- text


સમગ્ર રાજ્યમાં હળવદના ગીર ઓલાદના નંદી પૂનમે ગીર ગૌવંશની ખ્યાતિ વધારી છે.

હળવદ : સમગ્ર રાજ્યમાં ગીર ઓલાદની ગાયોના સંવર્ધન માટે જાણીતી હળવદની પૂરુષાર્થ ગૌશાળાનો શિરમોર સમો નંદી પૂનમ ઉત્તરપ્રદેશની શ્રીકૃષ્ણની પાવન નગરી ગોકુળની ગૌશાળાની શાન બન્યો છે.પુરુષાર્થ ગૌશાળા દ્વારા ગિરવંશના નંદીને ગોકુળની ગોવિંદ ગૌષ્ટમ ગૌશાળાને ગીર ઓલાદના સંવર્ધન માટે ભેટ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગીર બ્રિડર્સ એસોસિએશનના પ્રમુખ બી.કે.આહીર દ્વારા હળવદ ખાતે ગીર ઓલાદના સંવર્ધન માટે પુરુષાર્થ ગૌશાળા ચલાવવામાં આવે છે જ્યાં પૂનમ નામના ગીર ઓલાદના નંદી થકી ગીર ઓલાદના ઉત્તમ વંશવેલા મળ્યા છે અને પૂનમ નંદી થકી રાજ્યમાં હળવદની પુરુષાર્થ ગૌશાળાને ગૌરવવંતુ સ્થાન પણ પ્રાપ્ત થયું છે.
દરમિયાન જે માટીનો કણ કણ કૃષ્ણમય છે, જ્યા હવાઓની લહેરો કૃષ્ણ બંસીના સુરનો આભાસ કરાવે છે. હજારો વર્ષ પહેલા કૃષ્ણએ ગૌવર્ધન નો મહીમા સ્થાપિત કરેલ એવી પવિત્ર યાત્રા નગરી ગોકુળ મા બી.કે.આહિરની પુરૂષાર્થ ગૌશાળા હળવદ ના હ્રદય સમાન ગીર નંદી પુનમ કે જેણે ગીર ઓલાદમા ગુજરાત રાજ્યમા ગૌરવવંતૂ સ્થાન પ્રાપ્ત કરી પુરૂષાર્થ ગૌશાળા હળવદ ને ગીર સંવર્ધનના શિખરે પોહચાડેલ એ પુનમ નામનો નંદી શ્રી ગોવિન્દ ગૌષ્ટમ ગૌશાળા ગોકૂળ સંવર્ધન માટે ભેટ આપેલ છે.

- text

આ અંગે બી.કે.આહિરે મોરબી અપડેટને જણાવ્યું હતું કે ઉતરપ્રદેશની આ પાવન કૃષ્ણ નગરીમા નંદી પુનમ ગુજરાત રાજ્ય અને પુરૂષાર્થ ગૌશાળા નૂ ગૌરવ વધારી ગીર ઓલાદને વિશ્વ ફલક પર પ્રસ્થાપીત કરી ભારતીય ગીર ગૌવંશનો મહિમા વધારી ગુજરાત ગીર ઓલાદની અસ્મિતામા યશકલગી સમાન સાબીત થશે તેવો આશાવાદ એમણે અંતમાં વ્યક્ત કર્યો હતો.

- text