મોરબી:દસ્તાવેજ પ્રશ્ને ગાંધીનગર અગ્રસચિવને રજુઆત

મોરબીની આઠ સોસાયટીના દસ્તાવેજ મુદ્દે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા રજુઆત કરાઈ

મોરબી:મચ્છુ હોનારત સમયથી મોરબીની જુદી-જુદી આઠ સોસાયટીના લટકતા દસ્તાવેજ પ્રશ્ને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અગ્રસચિવને રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા આડત્રીસ વર્ષથી મોરબીની જુદી જુદી આઠ સોસાયટીના રહીશો દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન પ્રશ્ને માલિકી હક્ક આપી દસ્તાવેજ કરવા અનેક રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક કક્ષાએ ઉકેલ ન આવતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી લડત આપવામાં આવિ રહી છે.
દરમીયાન ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ના અગ્ર સચિવ પી.કે.દાસને રૂબરૂ મળી મોરબી દસ્તાવેજ અધિકાર મંચ ના આગેવાનો દ્વારા જમીનના દસ્તાવેજ બનાવવાની તેમજ નવી શરત માંથી જમીન જૂની શરત માં ફેરવવા ઠરાવ કરવા અંગે રજુઆત કરી અને આ નિર્ણય ચૂંટણી પહેલા લેવા માં આવે તેવી ભાર પૂર્વક રજુવાત કરવામાં આવી હતી.
વધુમાં ટુક સમય માં દસ્તાવેજ પ્રશ્ને તમામ સોસાયટીના રહીશો સાથે મળી ને એક મિટિંગ નું આયોજન કરવામાં આવશે. જેની વધુ માહિતી આવનાર દિવસોમાં આપવામાં આવનાર હોવાનું લડત સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું.