ઈન્દોરમાં વાયબ્રન્ટ સીરામીક સમીટનું પ્રમોશન

વાયબ્રન્ટ સમિટમાં એમપીથી ૧૦૦થી વધુ ડિલરો આવશે

મોરબી:આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાયબ્રન્ટ સિરામિક સમિટ ૨૦૧૭ નું મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પ્રમોશન કરવામાં આવ્યું હતું.
વાયબરન્ટ સિરામીક એક્સપો-સમીટ ૨૦૧૭ નું વિદેશો મા પ્રમોસન પુર્ણ કરી ને ગઇ કાલે તા.૩ ના રોજ ઇન્દોર -મધ્યપ્રદેશ ખાતે પ્રમોસન માટે ની મીટીંગ યોજાયેલ જેમા મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ શ્રી નિલેષ જેતપરીયા , ઓકટાગોન માથી સૌરીન બાસુ તેમજ ઇન્દોર ટાઇલ્સ એન્ડ સેનીટરી ડીલર વ્યાપાર એશોસીએસન ના પ્રમુખ ગોવિંદભાઇ અગ્રવાલ તેમજ સેક્રેટરી પ્રેમ મહેશ્વરી તેમજ ક્રેડાઇ – ઇન્દોર ના પ્રમુખ લીલાધર મહેશ્વરી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટરીયર ડીઝાઇનર ના હોદ્દેદારો અને ઇન્દોર ના ૧૦૦ થી વધુ ડીલરો એ હાજરી આપી હતી અને ગાંધીનગર ખાતે યોજાનાર એકઝીબીશન મા ૨૦૦ જેટલા ડીલરો , બિલ્ડરો, આર્કીટેક અને ઇન્ટીરીયર ડીઝાઇનરો હાજરી આપશે તેવી ખાત્રી આપી હતી.