માળીયા મીયાણા પોલીસે કુખ્યાત આરોપી ને જીવ ના જોખમે ઝડપી લીધો

- text


માળીયા મી. : માળીયામા છેલ્લા ઘણા સમયથી ફારૂક દિલાવર જેડાની ટોળકીનો અસહ્ય ત્રાસ છે. જેમા ફારૂક સહીતની ટોળકીએ આચરેલા 30 લુટ અને બે હત્યા સહીત ગુનાઓ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેમા થોડા સમય પહેલા માળીયા મા રહેતા ખોજા મહીલા ના ઘર માથી છરી ની અણી 150000ની રોકડ રૂપીયા ની લુટ ચલાવી હતી આ સિવાય માતાના મઢ છતા પદયાત્રી ને માર મારી લુટ ના ગુના મા નાસતા ફરતા વૉન્ટેડ આરોપી ફારૂક દિલાવર જેડાને માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા, મહીપતસિંહ સોલંકી, ભરતભાઈ જીલરીયા, દેવશીભાઈ મોરી, જયદેવસિંહ ઝાલા સહીતના સ્ટાફને ફારૂક દિલાવર જેડા માળીયામીયાણાની સરકારી હોસ્પીટલ પાછળ આવેલા તલાવડામા છુપાયેલા હોવાની બાતમી મળતા ત્યા જઈ પકઙવા જતા વૉન્ટેડ આરોપી ફારૂક દિલાવર જેડા પ્રથમ ત્યાથી તળાવ મા નાસી જઈ ભાગવા નો પ્રયાસ કરી પકઙવા આવેલા સ્ટાફ ને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માળીયા મિયાણાના મહીપતસિહ ,જયપાલસિહ, ભરતભાઈ સહીત ની ટીમે તેની પાછળ દોટ મુકી પીછો કરી હથીયાર પડાવી ને ધરપકડ કરી હતી જેમા માળીયા મીયાણા પોલીસે બે લુટ ના ગુના મા વૉન્ટેડ અને નાસતા ફરતા આરૉપી ફારૂક દિલાવર જેડા જાતે મિયાણા રહે માળીયા મીયાણા ને રૂપીયા 10000 રીકવર કરી આઈપીસી કલમ 394, 323, 504, 506, 114 ના ગુના મા અટકાયત કરી અન્ય ની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે જેમા અગાઉ મહીલા લુટ કેસ મા એક આરોપી ને માળીયા મિયાણા પોલીસે પકડી પાઙ્યો હતો અને રિમાન્ડ માગવાની તજવીજ સાથે આવતીકાલે કોર્ટ મા રજુ કરવામા આવશે વધુ તપાસ પીએસઆઈ જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

- text

- text