ગાયત્રીનગર તાલુકા શાળા ટંકારા ખાતે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


તા:- 25/9/17 થી 27/9/17 ત્રણ દિવસનું જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ગાયત્રીનગર તાલુકા શાળા- ટંકારા ખાતે યોજાયુ હતું. જેમાં મોરબી તાલુકાની શકત શનાળા કન્યા શાળાના મદદનીશ શિક્ષક શ્રી અશ્વિનભાઈ એરણિયા તથા ખાંભલા શ્રધ્ધા દિનેશભાઇ અને ચુડાસમા ડિમ્પલ ભરતભાઇ દ્વારા નિર્મિત “પાણી અને હવાના દબાણથી પ્રક્ષેપિત થતું રોકેટ” બનાવિને રજુ કર્યું હતું. આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી આગામી રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેવા જશે.
રાજ્ય કક્ષાએ શકત શનાળા પ્રાથમિક શાળા, મોરબી તાલુકા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મણીભાઈ સરડવા, મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંદીપભાઈ આદ્રોજા,રાજપર તાલુકા શાળા ના પ્રતિનિધિશ્રી હર્ષદભાઈ મારવણીયા તથા ત્રણે શાળા પરિવારે અભિનંદન આપી ગૌરવની લાગણી અભિવ્યક્ત કરી હતી.

- text