ટંકારામાં મહિલા સંમેલન યોજાયું.

- text


ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોનું સન્માન કરાયું

ટંકારા:ટંકારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ જસુબેન કોરાટની ઉપસ્થિતિમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ ટંકારા આર્ય સમાજ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું,આ તકે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ,મોરબી

- text

જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા,મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા,રાજકોટ મહિલા ભાજપ પ્રમુખ રસિલાબેન સોજીત્રા,પ્રભુભાઈ કામરીયા,કિરીટભાઈ અંદરપા અને સંજયભાઈ ભાગીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
મહિલા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા મહિલા મતદારો કે જેઓ પહેલીવાર મતદાન કરનાર છે તેવા બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

- text