મોરબીમાં તારક મેહતાની ટીમના કલાકારો ગરબીમાં જમાવાટ બોલાવી

- text


ગુજરાતી ચેનલ પર ધુમ મચાવતિ ગુજરાતી સિરીયલ તારક મેહતા લોકોના દિલમાં ધર કરી બેઠી છે ત્યારે આજના યુગમાં કુંટુબ સાથે જોવાલાયક સિરીયલો ઓછી થતી જાય છે ત્યારે પરીવારના સભ્યો સાથે જોવાલાયક સિરીયલ તારક મહેતા ના ઉલટા ચસમાંના કલાકરો મોરબી આવતા લોકો નટુકાકાને અને બાધાને જોવા ઉમટી પડ્યા હતા

- text

મોરબીમાં આવેલ પાટીદાર નવરાત્રી મોહત્સવ અને ત્યાર બાદ ઉમા ટાઉનસીપ ખાતે તારક મેહતાની ટીમના નટુકાકા અને બાધાને બોલવામાં આવ્યા હતા નવરાત્રીમાં બાધાએ અને નટુકાકાએ લોકોને મોહીત કર્યા હતા અને પોતાના સાથી કલાકાર પત્રકાર પોપટલાલ માટે કન્યા નહી પણ સુસિલ અને સંસ્કારી આંન્ટી ગોતી આપવાનુ પણ કહ્યુ હતુ આવતી સાલ બાધો પોતાની અર્ધાંર્ગીની સાથે આવે તેવી પણ લાગણી વ્યકત કરી હતી
મોરબીના લોકો બાધાની ચાલ જોવામાટે ઉમટી પડ્યા હતા તો બીજી તરફ નટુકાકની વાણી સાંભળીને લોકો મોહીત થઈ ગયા હતા

મોરબી અપડેટ ની ટીમ સાથે ખાસ વાતચીતમાં નટુકાકા અને બાધાએ જણાવ્યુ હતુ કે મોરબીની જનતા સાથે મળી ખુબ જ આંનદ મળ્યો હતો આવતા સમયમાં પુરી ટીમ મોરબીની મુલાકત લેશુ તેમ પણ જણાવ્યુ હતુ

- text