ટંકારામાં સંસ્કૃતિ જાળવી રાખતા ચારણ યુવાનો

- text


ટંકારા:ટંકારામાં ચારણ સમાજના યુવાનો દ્વારા નવરાત્રી દરમિયાન ચારણી સાહિત્ય સંસ્કૃતિને જાળવી રાખવા યુવાનો દ્વારા નવરાત્રીમાં માતાજીને સ્તુતિ કરી અનોખી આરાધના કરવામાં આવે છે.
ટંકારામાં ચારણ સમાજના આઈ ચાપબાઈ,આઈ આવળ,આઈ ખોડિયાર મંદિરે દરરોજ ચરણ સમાજના ૨૦ જેટલા યુવાનો એકત્રિત થઈ નવરાત્રીના દિવસોમાં ચારણી સાહિત્ય સંસ્ક્રુતિ મુજબ સ્તુતિ વંદના કરે છે અને આ સ્તુતિ વાળના શરૂ થતાં જ મંદિરમાં અદભુત માહોલ જોવા મળે છે.
આજે નવરાત્રીમાં સઁસ્કૃતિ લોપાય તેવા વલગર રાસ ગરબા રમતા હોય છે ત્યારે આવા દુષણથી દૂર રહી ટંકારામાં અસ્સલ ચારણી દુહા છંદ રજૂ કરી ચારણ સમાજના યુવાનો પ્રાચીન લોકસાહિત્યનો વારસો જાળવી રહ્યા છે.

- text

- text