મોરબીના નઝરબાગ નજીકથી ૨૪ બોટલ દારૂ પકડાયો

- text


મોરબી:મોરબી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીકથી રૂ.૭૨૦૦ની કિંમતનો ૨૪ બોટલ દારૂ ઝડપી લીધો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ નજીક બુટલેગરે ઈંગ્લીશ દારૂ ઉતાર્યો હોવાની બાતમીના આધાર બી ડિવિઝન સ્ટાફે છાપો મારતા જુદી-જુદી બ્રાન્ડનો ૨૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેને પગલે પોલીસે રૂ.૭૨૦૦ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.
વધુમાં આ ઈંગ્લીશ દારૂ મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા સિરાજ ઉર્ફે દુઃખી અલીભાઈ પોપટિયા નામના શખ્સનો હોવાનું ખુલતા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text