લીલાપર પ્રા. શાળાના શિક્ષક ધનજીભાઈ કુંડારીયાનો વિદાય સમારંભ યોજાયો…

- text


મોરબી : તા.27 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાની જૂના લીલાપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ધનજીભાઈ પી.કુંડારીયા વય નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જૂના લીલાપર પ્રાથમિક શાળા ખાતે યોજાયો.તેમના વિદાય સન્માન સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મણિલાલ વી.સરડવા,મોરબી તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શર્મિલાબેન બી.હુમલ,મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને સી.આર.સી.રવાપર સંદીપભાઈ બી.આદ્રોજા,વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ ગરચર,રવાપર તાલુકા શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ ધોરીયાણી,રવાપર પે સેન્ટરના સંઘ પ્રતિનિધિશ્રી હરસુખભાઈ કાલરીયા,શિક્ષક મંડળીના ઉપપ્રમુખશ્રી મગનભાઈ અંબાણી ,તમામ પેટાશાળાના આચાર્યશ્રીઓ,શિક્ષક ભાઈઓ બહેનો,પરિવારજનો,મિત્રો અને સ્નેહીજનો ,એસ.એમ.સી. તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા.વિદાય લેતા શિક્ષકશ્રી ધનજીભાઈ પી.કુંડારીયા.તેમના ધર્મપત્ની અને બંને પુત્રો અને પુત્રવધુઓ સાથે પરિવાર જનો ઉપસ્થિત રહયા.જૂના લીલાપર પ્રા.શાળા પરિવાર તરફથી ધનજીભાઈ કુંડારીયાને શ્રીફળ,શાલ,પળો અને ગિફ્ટ અર્પિત કરી વિદાયમાન સન્માન આપવામાં આવ્યું.દરેક પેટાશાળા અને સ્નેહીજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.ઉપસ્થિત સર્વે મહાનુભાવો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી.વિદાય લેતા શિક્ષકશ્રી ધનજીભાઈ કુંડારીયા તરફથી શાળાને સાઉન્ડ સિસ્ટમ ભેટમાં આપવામાં આવી.આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના કાર્યક્રમ,બેટી બચાઓ અને દીકરી વધાઓ અને વિદાય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.શાળાના શિક્ષક શ્રી દિલીપભાઈ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત અને આભાર દર્શન કરવામાં આવ્યું.વિદાય લેતા શિક્ષકશ્રી ધનજીભાઈએ નોકરી દરમ્યાનના પોતાના અનુભવો રજુ કર્યા.વિદાય પ્રસંગે કરૂણા સભર દ્રશ્યો સર્જાયા.આ પ્રસંગે શાળાના નિવૃત શિક્ષકો ખાસ ઉપસ્થિત રહયાં.શાળાના આચાર્યશ્રી રમણિક ભાઈ મસોત, હરિલાલભાઈ ભોરણિયા,દિલીપભાઈ પરમાર,વિજયાબેન જારીયા,જયશ્રીબેન દુબલ સર્વે શિક્ષકોએ આ વિદાય સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઘુનડા (સ.)પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અને જિલ્લા સંઘ કાર્યાલય મંત્રી શૈલેશભાઈ એ.ઝાલરીયાએ કર્યું.સમાપન બાદ તમામ બાળકો અને મહેમાનો તથા શિક્ષક ભાઈઓ અને બહેનો ભોજન લઈ છુટા પડયા.

 

- text