પ્રેમ સંબંધ કેમ રાખીશ કહી હળવદના યુવાનને ઢીબી નાખ્યો

- text


હળવદ:હળવદના મીરાવાસમાં રહેતા મુસ્લીમ યુવાનને તું પ્રેમ સંબંધ કેમ રાખેશ કહી ઢીબી નાખવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

આ ઘટનામાં ગેરજનો ધંધો કરતા હસ્મતભાઈ હારૂનભાઈ મકરાણીને એહમદ મંસુરી ઉર્ફે દિલાવર રિયાજ મહેબુબ મંસુર,અસરફ મંસુરી ઉર્ફે ભાણૂં અને મહેબુબ મંસુરી ચારેય રહે- હળવદ મોટા ફળિયા વાળાએ તું નઝમા સાથે કેમ પ્રેમ સબંધ રાખે છે તેમ કહી ગાળો આપી ઝગડો કરી ગુસ્સામાં આવી લોખંડનાં પાઈપનો ફટકો મારેલ તથા લાકડી વડે ફટકા મારી દઇ ઇજા પોહચાડી માથામાં તથા ડાબા હાથની કોણી પર તથા શરીરે ઓછી-વધતી ઈજાઓ એકબિજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text