પાટીદાર અર્વાચીન રાસોત્સવની આવક ગૌશાળાને ભેટ અપાશે

- text


મોરબી:મોરબીમાં યોજાતા દરેક અર્વાચીન રાસોત્સવ કઈક ને કંઈક રીતે અલગ છે સમાજ સેવાની ભાવના સાથે ક્યાંક ગરીબો માટે સર્વધર્મ સમભાવ માટે તો ક્યાંક વિનામૂલ્યે રાસગરબા ના આયોજન થયા છે જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થનારી તમામ આવક ગૌસેવાના લાભાર્થે ભેટ ધરવાની જાહેરાત કરવામાં આવી છે.

- text

જગવિખ્યાત સીરામીક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ થકી દેશ જ નહીં બલ્કે વિશ્વભરમાં મોરબી શહેરની હવી ઓળખ છે ત્યારે સેવા કાર્યમાં પણ મોરબી હંમેશા આગળ રહ્યું છે કોઈપણ અવસરે સેવા પરોપકાર કરતા મોરબીવાસીઓ નવરાત્રીમાં પણ સેવાનો મોકો શોધ્યો છે અને તેથી જ મોરબી જિલ્લામાં ગામે-ગામ ગૌસેવાના લાભાર્થે યુવાનો ગરબીમાં નાટક યોજી લાખો રૂપિયાનું દાન એકત્રિત કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
આવા માં મોરબીમાં યોજાતા પાટીદાર નવરાત્રી મહોત્સવમાં પણ ઝાકમઝોળ આયોજન કરી દરરોજ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સુવિખ્યાત ગાયક,ઓરકેસ્ટ્રાના સથવારે ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવી રહ્યા છે અને એ પણ ગૌસેવાના લાભાર્થે.
પાટીદાર રાસોત્સવના આયોજક અજયભાઈ લોરીયાના જણાવાયા મુજબ અર્વાચીન રાસોત્સવમાં થનારી તમામ આવક ગૌસેવા માટે ખર્ચવામાં આવશે.

- text