મોરબી ક્રિષ્ના ટ્રાવેલ્સમાં તોડફોડમાં સામસામી ફરિયાદ

- text


શાંતિ સમિતિની બેઠક સમયે જ મોરબી જુના બસસ્ટેન્ડે ડખ્ખો

મોરબી: ગઈકાલે બપોરે મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ લેવા આવેલા વ્યક્તિ સાથે માથાકુટ થતા પળભરમાં જ હંગામો મચી ગયો હતો અને તોફાની તત્વોએ તોડફોડ કરતા આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.આ મામલે મોડી સાંજે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સની ઑફિસે પાર્સલ લેવા માટે આવેલા શખ્સને ટ્રાવેલ્સ સંચાલક યશપાલસિંહ ગિરિરાજસિંહ જાડેજાએ ગાળો બોલવાની ના કહેતા સામાન્ય બાબતમાં બોલાચાલી કરી કાદર અને ટોપી નામના શખ્સ દ્વારા ટ્રાવેલ્સની ઓફિસમાં તોડફોડ કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી વધુમાં બપોરના સમયે આ ઘટના ઘટતા સામાન્ય બાબતની માથાકૂટ છુટા હાથની મારામારી તલવાર,ધોક,પાઇપ જેવા હથિયારો સાથે બઘડાટી બોલી હતી અને ઝઘડાએ મોટુ રૂપ ધારણ કરતા નાસભાગ મચી ગઇ હતી અને આ વિસ્તારની આજુ બાજુની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઝઘડામાં ટ્રાવેલ્સના માલિક સહિતના સ્ટાફ ઉપર તલવાર, ધારીયા વડે હુમલો થયો હતો તો સામા પક્ષે પણ માર મારવાની અને ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી મામલો એ ડિવિઝન પોલીસ મથકે ગાજયો હતો.

- text

ટ્રાવેલ્સ સંચાલકોની ફરિયાદ સામે બીજા પક્ષના કાદરભાઈ હબીબભાઈ ભટ્ટી એ ટ્રાવેલ્સ સંચાલક ભાગીરથસિંહ અને યશપાલસિંહ વિરુદ્ધ પાર્શલ લેવા ગયા ત્યારે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એક તરફ એ ડિવિઝન પોલીસમાં શાંતિ સમિતિની બેઠક ચાલુ હતી એવા સમયે જ આ ડખ્ખો સર્જાયો હતો. હાલ તો મોરબી એ ડિવિઝન પોલીસે સામસામી ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text