મોરબીના વેપારીઓએ ખરાબ રસ્તા મામલે બંધ પાળ્યો

- text


સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ખાડા ખબડા અને ઉપરજતા શૌચાલયના ગંદા પાણીની ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ;કલેકટરને આવેદન આપ્યું

- text

મોરબી:મોરબીમાં સિવિલ હોસ્પિટલ વાળા રોડ પર ઉબડ-ખાબડ રસ્તા અને ઉપર જતા શૌચાલયના ગંદા પાણીની ગંદકીથી ત્રાહિમાંમ પોકારી ઉઠેલા વેપારીઓએ આજે બંધ પાળી જિલ્લા કલેકટરને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિવિલ હોસ્પિટલથી લઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો છે એટલું ઓછું હોય તેવાંમાં આ માર્ગ ઉપર શૌચાલયના ગંદા પાણીનો કાયમી નિકાલ થતો હોય લોકોને ચાલવું મુશ્કેલ બને છે અને વેપારીઓ દુર્ગંધને કારણે દુકાનમાં બેસી શકતા નથી.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ વાળા રોડ પર હવે ડામર રોડનું અસ્તિત્વ જ રહ્યું નહોય કચરા અને ધૂળના સામ્રાજ્ય વચ્ચે વાહનોની સતત અવર જવરને કારણે સતત ધૂળ ઉડવાથી વેપારીની દુકાનમાં ધૂળના થર જામી જતા હોવાની પણ આવેદનપત્રમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબીના હાર્દસમા આ મુખ્ય માર્ગની ખરાબ હાલત અંગે અનેકાનેક રજુઆત કરવા છતાં પણ કાર્યવાહી ન થતા અંતે ત્રાહિમામ પોકારી ગયેલા વેપારીઓએ તા. 26 ના રોજ બંધ પાળી નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેકટર સમક્ષ તાકીદે રોડ બનાવવા મંગ કરી હતી.વેપારીઓની આજની બાઇક રેલીમાં ૧૦૦થી વધુ લોકો જોડાયા હતા.

- text