માળીયાના નાની-મોટી બરાર માં વિશ્વ શાંતિ દિવસની ઉજવણી

- text


સફર અને પીસમેકર સંસ્થા દ્વારા શાળામાં વિવિધ સ્પર્ધા યોજાઈ

- text

માળીયા:માળીયા(મી)ના નાની અને મોટી બરાર ગમે ૨૧ સપ્ટેમ્બરે વિશ્વશાંતિ દિવસની ઉજવણી કરવા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોમી એકતાનો સંદેશો આપવા સફર અને એપીજે તથા પીસમેકર સંસ્થા દ્વારા મોટીબરાર મોડલ સ્કૂલ અને નાની બરરની સરકારી હાઈસ્કૂલ ખાતે વકતૃત્વ,નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.વિશ્વશાંતિ દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમનો વિષય પણ સુંદર રાખવામાં આવ્યો હતો,સંસ્થા દ્વારા શાંતિ અને ભારતનું બંધારણ ઓળખ અને સંઘર્ષ જેવા વિષયો રાખવામાં આવ્યા હતા.અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ દ્વારા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સફર ટીમના હીરાબેન,ગીતાબેન,નસીમબેન,વલીભાઈ,મહેન્દ્રભાઈ,પીસમેકરના હલીમાબેન,શકીનાબેન તથા બંને શાળાઓના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text