વાંકાનેરમાં વાડીએ કપાસમાં પાણી પાવા મુદ્દે ભાઈ એ ભાઈને ધોકાવ્યો

- text


કૌટુંબિક ઝઘડામાં ચાર શખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વાંકાનેર:વાંકાનેરમાં સહિયારી માલિકીના કુવામાંથી પિયત માટે પાણી લેવા પ્રશ્ને ભાઈ-ભાઈ વચ્ચે ધોકા વાળી થતા મામલો પોલીસ મયહકે પહોંચ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સતાપર ગામે રહેતા સોમાભાઈ ગોવાભાઈ સારેસા (ઉ.વ.૫૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની વાડીએ કપાસમાં પાણી પાવા ગયા હતા ત્યારે તેમના આરોપી ભાઈ રમેશ ગોવાભાઈ મોટર ચાલુ નહિ કરવા બાબતે ગાળો આપી ડાબા પગે પાઈપ વતી મારી ફેકચર કરી નાખ્યું હતું
તેમજ આરોપી શારદાબેન રમેશભાઈ સારેસા, લલીતાબેન રમેશભાઈ સારેસા અને ઉર્મિલાબેન રમેશભાઈ સારેસા એ બધાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text

- text