વાંકાનેર પંથકમાં માર્ગ અકસ્માતમાં બે ના મોત

- text


મોરબી-વાંકાનેર હાઇવે અને કુવાડવા નજીક બે ઘટનામાં મોટરસાયકલ ચાલકોના મોત

- text

વાંકાનેર:વાંકાનેર તાલુકામાં ગઈકાલે અકસ્માતની બે જુદી-જુદી ઘટનામાં ડમ્પર અને આઇસર તર્ક હડફેટે બે મિત્ર સાયકલ સવારના મિત નિપજ્યા હતા.
અકસ્માત અંગેની ઘટનાની વિગતો જોઈએ તો વાંકાનેરના નવા ધમાલપરના રહેવાસી રાયસિંગભાઈ બાવરવાએ ફરિયાદ નોંધાવી છે કે તેના બાપુજી છગનભાઈ વાલજીભાઈ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી પોતાનું હોન્ડા મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૦૭૭૦ લઈને જતા હોય ત્યારે સામેથી આવતા ડમ્પર નં જીજે ૧૬ ઝેડ ૩૧૯૨ ના ચાલકે તેને ઠોકર મારતા સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું હતું.
અકસ્માતના બીજા બનાવમાં ફરિયાદી રાકેશભાઈ મણીલાલ લોરિયાએ જણાવ્યું છે કે તેના કાકા નરેશ મંગાભાઈ બજાજ મોટરસાયકલ નં જીજે ૭ એસી ૬૧૧૭ લઈને કુવાડવા નજીકથી જતા હોય જે દરમિયાન સામેથી આવતા અજાણ્યા આઈસરના ચાલકે તેને ઠોકર મારતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે બંને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text