મોરબીમાં ૫૦ વર્ષથી નાટ્યકલાને જીવંત રાખતો વાલ્મીકી સમાજ

- text


પરશુરામ પોટરી નજીક માં ખોડિયાર ગરબી મંડળમાં ભજવાઈ છે પ્રાચીન ઐતિહાસિક નાટકો

મોરબી: મેલું ઉપાડવાની કામગીરી કરતા મોરબીના વાલ્મીકી સમાજના સભ્યોએ છેલ્લા ૫૦ વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબાની સાથે સાથે નાટ્યકલને જીવંત રાખી સમાજમાં ભારે લોકચાહના મેળવી છે અને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોતા વાલ્મિકી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

મોરબીના શોભેશ્વરરોડ ઉપર પરશુરામ પોટરીના કવાટર્સમાં રહેતા વાલ્મીકી સમાજ દ્વારા છેલ્લા ૬૦ વર્ષથી માતાજીની આરાધના કરવા પ્રતિવર્ષ નવરાત્રીમાં કોઈપણ જાતના ભપકા જે ઠાઠ માઠ વગર માં ખોડિયાર ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.જેમાં શરૂઆતમાં માતાજીની સ્તુતિ,આરતી કરી એકાદ કલાક બાળાઓ ગરબે રમે છે અને બાદમાં વાલ્મીકી સમાજના પંદરેક સભ્યોની ટીમ પાવગઢનો પતિ,રા નવઘણ,રા માન્ડલીક,ઓઢા જામ,નાગમતી જેવા ઐતિહાસિક પૌરાણિક નાટકો ભજવે છે જે નિહાળવા માટે મોરબી શહેરભરમાંથી દરેક સાંજના લોકો ઉપરાંત દૂર-સુદૂર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

- text

૫૦વર્ષથી ચાલી આવતી નાટ્યકલા જીવંત રાખવાની પરંપરા અંગે વાલ્મીકી સમાજના અગ્રણી લાલજીભાઈએ જણાવ્યું હતું કે ૬૦ પૂર્વે અમારા દાદાએ સાદાઈથી ગરબી કરવાનું શરૂ કર્યું હતું અને ૫૦ વર્ષથી નાટક ભજવવામાં આવી રહ્યા છે અને શરૂઆતથી જ અમારા વડીલોને નાટક ભજવવાથી ભારે દાદ મળવાની સાથે મન સન્માન માલ્ટા પેઢી દર પેઢીથી અમે નાટક ભજવી રહ્યા છીએ અને આજે અમતી ત્રીજી પેઢીએ પણ અમારા વડીલોનો વારસો સાચવી રાખ્યો છે.

વાલ્મીકી સમજ આયોજિત માં ખોડિયાર ગરબી માં સાદાઈથી યોજાતા ગરબાની સાથે સાથે ભજવાતા ઐતિહાસિક નાટકોમાં ૩૦ વર્ષથી લઈ ૭૦ વર્ષની ઉંમર ધરાવતા દાદા પણ ભારે ઉત્સાહથી નાટકના વિવિધ પટ્ટો ભજવે છે અને ઐતિહાસિક નાટક માં વચ્ચે વચ્ચે હાસ્ય કલાકાર ગલાભાઈ લોકોને પેટ પકડીને હસાવે છે તો લોકોની ફરમાઈશ મુજબનો ગાનેવાલી કાર્યક્રમ પણ ભારે લોકચાહના પામ્યો છે.

- text