મોરબી આરટીઓની આવક વધી પરંતુ લાયસન્સ આપવાની કામગીરી કાચબા ગતિએ

- text


મંદીના માહોલ વચ્ચે પણ ફોરવિલ ખરીદીમાં મોરબીવાસીઓ અવ્વલ:સારો વરસાદ થતાં ખડુતોએ ટ્રેકટર ખરીદીમાં ઉત્સાહ બતાવ્યો

મોરબી અલગ જિલ્લો બન્યા બાદ મોરબી આરટીઓની આવકમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે પરંતુ સુવિધાના નામે હજુ પ્રજાજનોને દુવિધા જ મળી રહી છે જો કે તેમાં અધિકારીઓ નહીં પરંતુ સરકારની ઢીલી નીતિ જવાબદાર છે ગત વર્ષની તુલના એ આ વર્ષે આજદિન સુધીમાં મોરબી આરટીઓ કચેરીએ સાડાત્રણ કરોડ જેટલી આવક વધુ કરી છે પરંતુ લાયસન્સ ઇસ્યુ કરવામાં કાચબા ગતિએ કામ થઈ રહ્યું છે.
મોરબી આરટીઓ કચેરીના સતાવાર આંકડામાં જણાવ્યા મુજબ ૧ જુનથી ૩૧ ઓગષ્ટ ૨૦૧૭ સુધીમાં મોરબીમાં ૫૭૮૩ ફોરવિલર,૧૪૫૯ કાર અને ૫૭૬ ટ્રેક્ટરનું વેચાણ થયું છે જે ગત વર્ષની તુલનાએ ઘણું વધારે છે ગત વર્ષે આ સમયગાળામાં 6975 વાહનો વેચાયા હતા અને આ વર્ષે આ સમયગાળામાં ૭૮૧૮ વાહનો વેચાયા છે.
દરમિયાન ગત વર્ષે આ સમય ગાળામાં મોરબી આર્ટીઓની કુલ આવક 10.16 કરોડ  હતી જે આજ તારીખ સુધીમા ૩ કરોડથી વધુ વધીને 13.44 કરોડ વધીને થવા પામી છે.
જો કે આરટીઓની આવક વધવા છતાં સામાન્ય જનતાની રોજ ની જરૂરિયાત સમાન લાયસન્સ કાઢવાની કામગીરીમાં કોઈ બદલાવ આવ્યો નથી ઊલટું લાયસન્સની સંખ્યામાં ગતવર્ષ ની તુલનામાં ઘટાડો આવ્યો હોવાનું આરટીઓના આંકડા બતાવી રહ્યા છે.

- text

- text