મોરબી:રાજસ્થાની સમાજ દ્વારા નવનિયુક્ત કસ્ટમ ઓફિસરનું અભિવાદન કરાયું

- text


મોરબી:મોરબીમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજ દ્વારા મૂળ જોધપુર જિલ્લાના લોરડી ગામના વતની અને રાજકોટ કસ્ટમ વિભાગમાં ઇન્સ્પેકટર તરીકે નિયુક્ત થયેલા અશોક મુંડનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ કસ્ટમ વિભાગમાં નિયુક્ત થયેલા મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના લોરડી ગામના વતની અશોક મુંડ પહેલી વાર મોરબી આવતા રાજસ્થાની સમાજ દ્વારા તેમને આવકારી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકે રાજસ્થાની સમાજના અગ્રણી ફરસારામ રામડાવાસ,અમેશ બૈરડ,પ્રેમગોદરા કરાણી,ધીરજ ચૌધરી,જગદીશ પુનિયા,રૌરામ ચૌધરી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text