મોરબીમાં અર્વાચીન રાસોત્સવને પણ ટક્કર મારતી શક્તિ ચોકની પ્રાચીન ગરબી

- text


છેલ્લા 14 વર્ષથી બાળાઓ ને સોનાની કિંમતી વસ્તુઓ લ્હાણી રૂપે અપાઈ છે.
અર્વાચીન રાસોત્સવના ક્રેઝને કારણે શહેરમાં પ્રાચીન ગરબીઓ ભાંગી પડી છે.ત્યારે મોરબી શહેરમાં વચ્ચોવચ્ચ ગેસ્ટ હાઉસ રોડ પર આવેલી શહેરની સૌથી પ્રાચીન ગરબી શક્તિ ચોક ગરબી અર્વાચીન રાસોત્સવને પણ ટક્કર મારે છે.આ ગરબી છેલ્લા 35 વર્ષથી ભારે જમાવટ કરે છે.ત્યારે આ ગરબી પ્રાચીન પરંપરા કેવી છે તે અંગે જોઈએ એક વિશેસ અહેવાલ

- text

મોરબી ના ગેસ્ટહાઉસ રોડ ઉપર શક્તિ ચોકમાં છેલ્લા 35 વર્ષથી શક્તિ ચોક ગરબીનું આયોજન કરવામાં આવે છે શરૂવાતમાં આ પ્રાચીન ગરબી સાદાઈથી યોજાતી હતી.પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી શક્તિ ચોક ગરબીને આધુનિકતાનો રંગ લાગ્યો છે.અર્વાચીન રાસોત્સવની જેમ ભવ્યલાઈટ ડેકોરેશન અને ભવ્યમંડપ અને વિશેષ સાજશણગાર તથા આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને નામાંકિત કલાકારો સાથે આ શક્તિ ચોક પ્રાચીન ગરબી ભવ્ય ઝાકમઝાળ જેવી થઈ જાય છે.પરંતુ આ ગરીબીને પ્રાચીન ભક્તીની પરંપરાના મૂલ્યો વીસર્યા નથી આજે પણ અઘોર નગારા ,દીવડા રાસ ,બેડાંરાસ જેવા પ્રાચીન ઢબ મુજબના રાસોત્સવ યોજાઈ છે.અને બાળાઓ પ્રાચીન પરંપરા પ્રમાણે રાસગરબે રમે છે.આ ગરબી નું સંચાલક ક્રિપાલસિંહ ઝાલા મોરબી અપડેટ ને જણાવે છે કે છેલ્લા 14 વર્ષથી બાળાઓ ને સોનાની કિંમતી વસ્તુઓ લ્હાણી રૂપે અપાઈ છે.તેમજ અહી હિન્દૂ સાથે મુસ્લીમ લોકોનો વસવાટ હોય આ વખતે મહોરમ પર્વ નિમિતે આ બંને પર્વોની કોમી એખલાસ વાતાવરણમાં ઉજવણી થાય છે.તેમજ મુસ્લીમ બાળાઓ ગરબે ઘુમીને માતાની આરાધના કરે છે.

- text