લગ્નજીવન દરમિયાન બાળક ન થતા પરણીતાને ત્રાસ:ભુવાએ અડપલાં કર્યાની ચોકાવનારી ફરિયાદ

- text


હળવદ મેરૂપરની પટેલ પરણિતાએ પતિ,સાસુ,માસાજી, મામાજી ,અને પોતાના પતિ સાથે લિવ ઇનમાં રહેતી મહિલા સહિત સાત સામે ફરિયાદ કરી

- text

મોરબી:લગ્નજીવનના બે વર્ષ બાદ બાળક નહિ થતા સાસરિયા દ્વારા ત્રાસ ગુજારી ભડીયાદ ગામે ભુવા પાસે લઈ જતા ભુવાએ શારીરિક અડપલાં કરતા પટેલ પરણિતાએ નાની વાવડીમાં રહેતા સાસરિયા અને પોતાના પતિ સાથે લિવ ઇન માં રહેતી મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધાવતા આ ચોકવનારી ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ચોકવનારા કિસ્સાની વિગતો જોઈએ તો હળવદના મેરૂપર ગામે પિયર ધરાવતી પરણિતા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સનસનીખેજ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ પટેલ પરણિતાને દોઢ-બે વર્ષના લગ્નગાળામાં બાળક થતું ન હોવાના બહાને સાસુ,સસરા તથા પતિએ અસહ્ય ત્રાસ વર્તવાનું શરૂ કર્યું હતું જેમાં ફરિયાદી ના મોરબી રહેતા માસાજી સસરા અરજણભાઈ વનુભાઈ ફુલતરિયા અને ભડિયાદ ગમે રહેતા મામાજી સસરા રમેશભાઈ કેશવજીભાઈ અઘારાએ સાથે મળી પરિણીતાને ભડિયાદ ગામે રહેતા માતાજીના ભુવા કાંતિલાલ અઘારા પાસે દોરા-ધાગા કરાવવા લઈ ગયા હતા જ્યાં ભુવા કાંતિલાલ તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.
આ ઉપરાંત પરણિતા નું લગ્નજીવન અસ્તિત્વમાં હોવા છતાં માધવીબેન રમેશભાઈ રાજકોટિયા નામની યુવતી પોતાના પતિ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હોય પરણિતા એ પતિ પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવર,સસરા ગણેશભાઈ ગોવિંદભાઇ કાવર,સાસુ નિમુબેન કાવર રહે.બધા નાની વાવડી તેમજ મામાજી,માસાજી અને લિવઇનમાં રહેતી યુવતી અને ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી સાતેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text