એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન મારતો સત્યસાઈ સ્કૂલનો વિદ્યાર્થી

જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ૨૦૦મીટર દોડમાં પ્રથમ

મોરબી:તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૭માં સત્યસાઈ સ્કૂલ પીપળીયા વિદ્યાર્થીએ ૨૦૦મિત્રો દોડમાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકાર આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ એથલેટીક્સ ૨૦૦ મીટર દોડમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં સત્યસાઈ સ્કૂલનો વિધાર્થી મુન્ના ધીરુભાઈ ધોરણ ૯ પ્રથમ સ્થાને આવેલ અને બાદમાં જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

હળવદ મુકામે ઉમાંસંકુલ ખાતે જીલ્લા ક્ક્ષાની એથ્લેટીકસ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવતા હવે આગામી સમયમાં ગોધરા ખાતે યોજાનાર રાજુકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.તાલુકા અને જિલ્લા કક્ષાએ સફળતા મેળવવા બદલ સત્યસાઈ સ્કુલ દ્વારા માળિયા તાલુકાનું નામ રોશન કરનાર મુન્નાને અભિનદન પાઠવવામાં આવ્યા છે.