મોરબીના ઉમા ટાઉનશીપમાં ભવ્ય રાસોત્સવ

- text


ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાં દ્વારા માં શક્તિની આરાધના:સર્વ જ્ઞાતિ માટે વિનામૂલ્યે વિશિષ્ટ આયોજન

મોરબી:મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉમા ટાઉનશીપ ખાતે ભવ્યાતિભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા પ્રયોજિત ઉમા ટાઉનશીપના પ્રાંગણ પટાંગણમાં પ્રતિ વર્ષ માઁ જગદંબાની સ્તુતિ પ્રાર્થના આરાધના કરવાનું પર્વ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.

- text

છેલ્લા સતત ત્રણ વર્ષથી દબદબાભેર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે,આ મહોત્સવની વિશેષતા એ છે કે અત્રે સારામાં સારા ગાયકો કલાકારો છે.ભવ્ય ઝાકમઝોળ છે અને જોરદાર લાઇટીંગ છે જબરદસ્ત સાઉન્ડ સર્વિસ સાથે ખેલૈયાઓને રમવા માટેે મોકળું મોટું મેદાન મળતું હોવાથી ખેલૈયાઓમાં અનેરા આંનદની લાગણી જોવા મળે છે.વધુમાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત આ રાસોત્સવમાં પ્રેક્ષકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા ઉપરાંત અહીં કુટુંબ જેવો માહોલ મળતો હોય લોકો ગરબા નિહાળવા માટે ઉમટી પડે છે. શિસ્ત અને સલામતીના માહોલમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં ભાઈઓ બહેનોને રમવાની અલગ અલગ વ્યવસ્થા હોવાને કારણે મોરબીના ખેલૈયાઓ માટે આ નવરાત્રી મહોત્સવ ફેવરિટ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે સર્વધર્મ સમાનના સૂત્ર સાથે યોજાતા આ નવરાત્રી મહોત્સવમાં પાસ સાથે પણ એક જ્ઞાતિ માટે નહીં પરંતુ સર્વજ્ઞાતિય નવરાત્રી મહોત્સવની વિના મૂલ્યે એન્ટ્રી આપવામાં આવે છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,કુલદીપભાઈ પટેલ,વિશાલ અમૃતિયા,વિરેન્દ્રભાઈ પટેલ,પ્રાણજીવનભાઈ કાવર અને તેમની ટીમ અથાગ જહેમત ઉઠાવી રહી છે.

- text