મોરબી રાજપૂત સમજ દ્વારા વિજયા દશમીએ શસ્ત્રપૂજન

- text


શરદપૂર્ણિમાના અવસરે દરબારગઢ ખાતે બહેનો દીકરીઓ માટે રસોત્સવનું આયોજન

મોરબી: મોરબી રાજપૂત સમજ દ્વારા આગામી તા.૩૦ને શનિવારે વિજયા દશમીના અવસરે સનાળા શક્તિમાતાજીના મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવશે શસ્ત્રપૂજન પૂર્વે વિશાળ પ્રોસેશન યોજવામાં આવશે.

મોરબી રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીના અવસરે જીલ્લામાં વસતા તમામ રાજપૂત ભાઈઓ માટે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તા.૩૦ ને શનિવારના રોજ બપોરના ૨:૩૦ મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે જેમાં મોરબી રાજપૂત સમાજ દ્વારા ફૂલ હાર કરી પ્રોસેશન યોજવામાં આવ્યું છે જે મોરબી ના મુખ્ય રસ્તાઓ પર થી પસાર થઈને શનાળા શક્તિ માતાજીના મંદિરે પહોચશે.જ્યાં માતાજીના સાનિધ્યમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે.

- text

આ ઉપરાંત મોરબી રાજપૂત સમાજનાં બહેન-દીકરીઓ સમાજની પરંપરા અનુસાર રાસ ગરબા લઇ શકે તે માટે શરદ પૂર્ણિમાના દિવસે તા.૫ ને ગુરુવારે રાત્રે ૯ કલાકે દરબારગઢ ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
વધુમાં શસ્ત્રપૂજન અને રસોત્સવ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવા માટે તારીખ ૨૪ને રવિવારના સાંજે ૪:૩૦ વાગ્યે શક્તિ માતાજીના મંદિરે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હોય.આ મીટીંગમાં તમામ કારોબારી સભ્યોને હાજર રહેવા મોરબી રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

- text