મોરબીમાં મવડાના નોટિફિકેશનનું સ્પષ્ટ અર્થઘટન કરવા બિલ્ડર એસોસિએશનની માંગ

- text


મવડાના અસ્પષ્ટ નોટિફિકેશને કારણે બિલ્ડરો મુશ્કેલીમાં

મોરબી:મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી મવડાના નવા નોટિફિકેશનનો યોગ્ય ભાવાર્થ કાઢવા માંગણી ઉઠાવવામાં આવી છે.
મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર દ્વારા મવડા નાબૂદ કરાયા બાદ બહાર પાડવામાં આવેલ પરિપત્રનો સ્પષ્ટ મતલબ કાઢવાની માગણી કરી અસ્પષ્ટ પરિપત્રને કારણે હાલ બિનખેતીની અનેક ફાઈલો નગર નિયોજકશ્રી સમક્ષ પેન્ડિગ પડી હોવાનું જણાવાયું છે.
આ સંજોગો માં સરકારશ્રી દ્વારા અમલમાં લાવવામાં આવેલ મવડાના નવા નોટિફિકેશનનું તાકીદે સ્પષ્ટીકરણ કરી બિલ્ડરો અને અન્ય અરજદારોની પેન્ડિંગ પડેલી ફાઈલોનો યોગ્ય નિકાલ કરવા બિલ્ડર એસોસિએશન દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

- text

- text