આંગણવાડીની બહેનો નવરાત્રિ બાદ મુખ્યમંત્રીના ઘર સામે ભૂખ હડતાલ કરશે

- text


મોરબીમાં યશોદા મૈયા અને આશાવર્કર બહેનોનું સંમેલન યોજાયું

મોરબી:યશોદામાતાનું ઉપનામ મેળવનાર રાજ્યની આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનોને પગાર પ્રશ્ને થઈ રહેલા અન્યાય નો રાજ્ય સરકાર દ્વારા ઉકેલ લાવવામાં ન આવતા અંતે નવરાત્રી બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટના નિવાસસ્થાન સામે બહેનો દ્વારા ભૂખ હડતાળ પર ઉતરી જવાનું એલાન કરાયું છે.
મોરબીના સરદારબાગ ખાતે યોજાયેલ આંગણવાડી અને આશા બહેનોના મોરબી જિલ્લાના વિશાળ સંમેલનને સંબોધતા ગુજરાત આંગણવાડી અને આશા યુનિયનના રાજય પમુખ અરુણ મહેતા અને સીટુના રામચંદ્નને જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતા બહેનના આ આંદોલનમાં રાજ્ય સરકાર હકારાત્મક પ્રતિભાવ નથી આપી રહી ત્યારે હવે અસરકારક લડત આપવી અત્યંત જરૂરી છે.

- text

આંગણવાડી યુનિયનના રંજનબહેન સાંગાણી,આશા યુનિયનના ભૂમીકા પંડયા,ઊદયભાઈ જોશીઅે ગુજરાત સરકાર બહેનોનુ ઓછા પગાર આપીને શોષણ કરી રહી હોવાનુ જણાવી, જબ્બર આંદોલનની જાહેરાત કરી હતી અને નવરાત્રી બાદ રાજયના મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં નવરાત્રી બાદ તુરત ભૂખ હડતાલ,ઘેરાવ,રેલી સહીતના કાર્યક્રમો યોજાવાની જાહેરાત કરી હતી અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી.
આમ, હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવા સમયે જ આંગણવાડી અને આશા બહેનોએ આંદોલન છેડવાની જાહેરાત કરતા રાજ્યની ભાજપ સરકાર માટે આ હડતાળ પડકાર રૂપ બને તેમ હોવાનું મનાય રહ્યું છે.

- text