હળવદના ટીકરમાંથી ૧૧૭ બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


પીઆઇ એસ.એન.સાટી અને પીએસઆઇ શુક્લનો સપાટો

હળવદ :હળવદ પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોડીરાત્રે ટિકર ગામમાં દરોડો પાડી ૧૧૭ બોટલ વિદેશીદારૂ સાથે કોળી શખ્સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પીઆઇ એસ.એન.સાટી અને પીએસઆઇ સી.એચ.શુક્લ અને સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા અને મહેશભાઈ બાલાસરને  બાતમી મળી હતી કે  હળવદના ટીકર ગામમાં સંજય લાભુભાઈ બળોધ્રા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે,જે ને પગલે પોલીસે કોળી શખ્સના ઘેર દરોડો પાડતા વિદેશીદારૂની બોટલ નંગ ૧૧૭ મળી આવતા પોલીસે રૂ.૩૫૧૦૦નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પોલીસની આ સફળ કામગીરીમાં પીઆઇ સાટી,પીએસઆઇ શુક્લ સાથે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાલાસરા,ઈશ્વરભાઈ ક્લોત્તરા અને વિજયદાન ગઢવી સહિતનાઓએ કરી હતી.

- text