વઘાસિયા ટોલનાકા નજીક ટ્રેલર હડફેટે યુવાનનું મોત

- text


વાંકાનેર:ગઈકાલે રાત્રે વાંકાનેર નજીક વાઘસિયા ટોલનાકા પાસે ઉભેલ યુવાનને ટ્રેલર ચાલકે હડફેટે લેતા કરૂણ મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના ના એકાદ વાગ્યા ના સુમારે વઘાસીયા ટોલનાકા પાસે ઉભેલ દિનેશભાઇ ચૌધરી ઉ.૨૬ ઉભા હતા ત્યારે ટ્રેલર નં- જી.જે. ૧૨.બી.ટી ૦૭૭૫ના ચાલકે કાવો મારી હડફેટે લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે મૃતકના જ્ઞાતિ બંધુ ધર્મેન્દ્રકુમાર રામેશ્વરભાઈ ચૌધરી ઉવ-૨૭ ની ફરિયાદના આધારે નાસી ગયેલા ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધ્યો છે.અને વધુ તપાસ પીઆઇ એમ.ડી ચંદ્રાવાડીયા ચલાવી રહ્યા છે.

- text