માળીયા ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહન હડફેટે મુસ્લિમ યુવાનનું મોત

- text


માળીયા:માળીયા ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહન ચાલકે મુસ્લિમ યુવાનને હડફેટે લેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું ઉલ્લેખનીય છે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને બેફીકરાઇ થી ચલાવી સલેમાન તાજમહમદભાઇ ભટી ઉ.વ.આશરે.૨૦ રહે. માળીયા મીં વાળાને હડફેટે લઇ માથાના તેમજ જમણા હાથે જીવલેણ ઇજા કરી મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાસી જતા આ મામલે હેદરભાઇ કાદરભાઇ ભટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. માળીયા પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- text