મોરબીની નવયુગ બી.એડ. કોલેજ ની વિધ્યાર્થીઓએ ટિંબડી પ્રા. શાળાની મુલાકાત લીધી

- text


મોરબીની નવયુગ બી.એડ.ના વિધ્યાર્થીઓએ શિક્ષણ પ્રશિક્ષણના ભાગરૂપે ટિંબડી પ્રા. શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં વિધ્યાર્થીઓએ પ્રત્યક્ષ તાલીમના ભાગરૂપે પ્રજ્ઞા અભિગમ, બાલા અભિગમ, મધ્યાહન ભોજન અને વહીવટી માર્ગદર્શનની સમ્પૂર્ણ માહિતી મેળવી હતી.  તેમજ  બી.એડ. કોલેજ દ્વારા હિન્દી દિનની ઉજવણી નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આપણી રાષ્ટ્રભાષા હિન્દીની ગરીમા જળવાઇ રહે એ હેતુથી વિધ્યાર્થીઓ દ્વારા બેટી બચાવો માટેની સામાજીક થીમ, હિન્દી ગીતો, દેશભક્તિ ગીતો, ગઝલ, ડાન્સ વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા હાજર રહી વિધ્યાર્થીઓને હિન્દી ભાષાનું સંવર્ધન માટે સમજણ આપી વિધ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

- text