મોરબીમાં સરાજાહેર છેડતી કરનાર શખ્સ સામે અંતે ગુન્હો નોંધાયો

- text


પીપળી ગામની યુવતીની છેડતી કરવા મુદ્દે નાગજી ગેલા ચૌહાણ કાયદાની ઝપટે

મોરબી : મોરબીના ઉમા ટાઉનશિપ નજીક યુવતીનો હાથ પકડી તું મને બહુ ગમે છે મારી સાથે લગ્ન કરી લે જેવા શબ્દો બોલી યુવતીની જાહેરમાં છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ અંતે બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પીપળી ગામે રહેતી યુવતી તા.૧૦ ના રોજ ઉમા ટાઉનશીપ નજીકથી બપોરના સુમારે પસાર થતી હતી. ત્યારે આરોપી નાગજી ગેલા ચૌહાણે તેણીને રોકી હતી અને તું બહુ રૂપાળી છો, તું મને બહુ ગમશ ,હું બે વર્ષથી તારા પાછળ પ્રેમમાં પાગલ છું જેવા શબ્દો બોલી યુવતીનો બળજબરીથી હાથ પકડી છેડતી કરતા આ મામલે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે આરોપી નાગજી ચૌહાણ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૫૪ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે આરોપી નાગજી ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા યુવતીએ સેવા સદનમાં એસિડ ગટગટાવી લેવા પ્રયાસ કરી આત્મવિલોપન કરવાની કોશિશ પણ કરી હતી.

- text