ખેલ મહાકુંભમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં મેદાન મારતું હળવદનું સરદાર પટેલ વિદ્યાલય

- text


હળવદ :હળવદ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ ૨૦૧૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં સરદાર પટેલ વિદ્યાલય હળવદે મેદાન મારી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ઉમા છાત્રાલય ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં હળવદની સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ હિર બતાવ્યું હતું.જેમાં અંડર ૧૭ ગોળાફેક-ચક્રફેકમાં ખેર કુલદીપે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો,તો સાપડા વિજયે ૧૫૦૦ મીટર દોડમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
આ સ્પર્ધાઓમાં ટ્રીપલ જમ્પ અને ૨૦૦ મીટર દોડમાં ચૌહાણ નીતિન અને ઝાલા હર્ષરાજસિંહે દ્વિતીય નંબર મેળવ્યો હતો,એ જ રીતે સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અંડર ૧૧ માં ભોજની પૂજન દ્વિતીય ક્રમે અને ઉંચી કુંડ અંડર ૧૪ માં ડાંગર જીનેશ તૃતીય ક્રમે આવી સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું.
આ ઉપરાંત ટીમ ઇવેન્ટમાં ખો-ખો સ્પર્ધામાં વિદ્યાલયના અંડર ૧૭ ના વિદ્યાર્થીઓ તૃતીય આવ્યા હતા.
જિલ્લા કક્ષાએ સુંદર દેખાવ કરવા બદલ હવે સરદાર પટેલ વિદ્યાલયની ટીમ આગામી સમયમાં ગોધરા મુકામે યોજાનારી રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં રમવા જશે.
જિલ્લા કક્ષાએ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય,ટ્રસ્ટીગણ તેંમજ પીટી ટીચર રોહિતભાઈ અને સમિયાદ ભાઈએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text