નેકનામમાં મંજૂરી વગર હાર્દિક ની સભા યોજવા બદલ પાંચ પાટીદારો વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


ટંકારાના નેકનામ ગામે કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલની જાહેરસભા યોજવા બદલ પોલિસે જે સ્થળે સભા યોજાઈ હતી એ વાડી માલિક સહિત પાંચ પાટીદાર આગેવાનો વિરુદ્ધ ગુન્હો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હાર્દિક પટેલની આગેવાનીમાં નીકળેલી સોમનાથ સંકલ્પ યાત્રા મોરબીમાં રોડ શો કર્યા બાદ ટંકારા પહોંચી હતી અને ત્યાંથી ટંકારાના નેકનામ ગામે પહોંચી હતી, જ્યાં હાર્દિક પટેલે રાત્રી રોકાણ કર્યું હતું અને વિશાળ જાહેર સભાને સંબોધી હતી.

દરમિયાન મધ્યરાત્રી સુધી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી પાસ દ્વારા સભા યોજવામાં આવતા આ મામલે ટંકારા પોલીસ અડધી રાત્રે હરકત માં આવી હતી અને નામદાર સુપ્રિમકોર્ટના આદેશના ઉલ્લંઘન અને જિલ્લા કલેકટરશ્રી મોરબીના જાહેરનામા ભંગ સહિતની બાબતો ને લઈ જે સ્થળે સભા યોજવામાં આવી હતી તે વાડી માલિક સહિતના પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ટંકારામાં હાર્દિક પટેલે મંજૂરી વગર સભાને સંબોધી હતી અને ટંકારા પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો અને હજુ સુધી ટંકારા પોલીસે આ ગુનામાં હાર્દિકની ધરપકડ કરવાની બાકી હોવા છતાં ગતરાત્રિ એ ફરી વખત મંજુરીવગર સભાને સંબોધી હતી, ટંકારા પોલીસે મંજૂરી વગર સભા કરવા બદલ નેકનામના પાંચ શખ્સ સામે ગુનો નોંધીયો છે જેમાં જશમતભાઈના ખેતરમાં તેમજ ખેતરની સાઈડમાં આવેલ રોડમાં માણસોને બેસાડી ને સભાનું આયોજન કરી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું રાત્રીના 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવેલ હોય તેમ છતાં નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ કલેકટરના જાહેરનામાના આદેશનો ભંગ કરતા ટંકારા પોલીસે નેકનામના દીપકભાઈ જાદવજીભાઈ હાલપરા, ભાઇલાલ હીરજીભાઈ ભોરણીયા, હર્ષદભાઈ અવચરભાઈ શેરસીયા, ખોડીદાસ વાલજીભાઇ ભોરણીયા તેમજ જશમતભાઈ લાધાભાઇ લાલપરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એપ્રિલ માસમાં મા પણ હાર્દિક ની મંજુરી વગરની સભા ટંકારા મા થઈ હતી ત્યારે હાર્દિક પટેલ ત્યાથી નિકળી ગયા બાદ હાર્દિક સહીત 35 વિરૂધ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો જેમા મોટા ભાગના કોંગ્રેસના નેતા ના નામ હતા પંરતુ એ ગુનામા પણ ગઈકાલે ટંકારા પોલીસે હાર્દિકની અટક કરવાની તસ્દી લીધી ન હતી અને ફરી સભા મા જાહેરનામા નો ભંગ થતો હોવા છતાં પોલીસ જોતી રહી અને બાદમાં સભા ના જગ્યા ના માલીક સહીત પાચ પાટીદાર વિરૂધ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ નોંધાવી છે.

- text