મોરબીની આર્ટ્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

- text


મોરબી:સર્વોદય એજ્યુકેશન સોસાયટી મોરબી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

ડિપ્રેશન,હતાશાથી દૂર રહેવા અને આત્મહત્યા નિવારણ માટે સાયકોલોજીના પ્રાધ્યાપક જે.એમ.કાથડ દ્વારા કોલેજના સ્ટુડન્ટને અસરકારક વક્તવ્ય આપી નિરાશા થી અલિપ્ત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્ચાર્જ પ્રા.કે.આર.દાંગીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રા.જોશી,પ્રા.વારોતરિયા અને પ્રા.રાજપુતે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી રીતે જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

- text