વાંકાનેરના વણિક વેપારીને શ્રીફળનો કોથળો રૂ.૨,૪૦,૦૦૦/ માં પડ્યો

- text


બે ગઠિયાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી ગલ્લામાં થેલીમાં રાખેલ રોકડ સેરવી ગયા

વાંકાનેર : વાંકાનેરના મુખ્ય બઝારમાં શ્રીફળ અને ખાંડના હોલસેલ વેપાર કરતા વણિક વેપારીને સવારના સમયમાં જ બોણીના સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે ગઠીયાઓએ વેપારીએ ઘરેથી થેલીમાં બેંકમાં ભરવાના લાવેલ રોકડ રૂ. ૨,૪૦,૦૦૦ જેટલી રોકડ સેરવી ગયા હતા. જોકે મોડી સાંજ સુધી શહેર થાણામાં કોઈ કારણોસર આ ઘટના ચોપડે નોંધાઈ ન હતી.
વાંકાનેરની મુખ્ય બઝારમાં હનુમાન શેરીના નાકા પાસે આવેલ મનહર ઉકાની પેઢી કે જ્યાં ખાંડ અને શ્રીફળનો હોલસેલ વેપાર તેમના રમેશચંદ્ર મનહરલાલ આજરોજ સવારના સમયે પોતાની ઘરેથી બેન્કમાં ભરવાના રોકડ રૂ. ૨,૪૦,૦૦૦/ જેટલી રકમ એક થેલીમાં લઇ આ પેઢી-દુકાન ખોલતા જ હતા. ત્યાં બોણીના સમયે કોઈ અજાણ્યા બે ગઠિયાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી શ્રીફળનો કોથળો જોઈએ છે તેમ કહેતા વેપારી રમેશચંદ્ર એ પોતાની પાસે રહેલી રોકડ ભરેલી થેલી તેઓના ગલ્લામાં મૂકી દુકાનની બાજુમાં આવેલ ગોડાઉનમાંથી કોથળો કાઢવા બે પૈક્કીના એકને સાથે લઈને ગયા હતા.
ગોડાઉન માંથી શ્રીફળનો કોથળો બહાર કાઢતા સાથે આવેલ ગઠીયાએ રીક્ષા લઇ હમણાં આવું છું તેમ કહી ત્યાંથી પલાયન થઇ ગયેલ, ખાસ્સો સમય ત્યાં રાહ જોયા બાદ રમેશચંદ્ર ત્યાંથી દુકાને પરત આવતા ત્યાં સાથે આવેલ બીજો ગ્રાહક પણ ત્યાં નજરે ન પડતા કશુક અજુગતું બન્યા હોવનો ભાસ થતા તુરંત પોતાના ગલ્લામાં જોતા થેલી તો હતી પરંતુ તેમાં રાખેલ રોકડ ગાયબ હતી.
વણિક વેપારીએ તુરંત આસપાસમાં થોડી વાર તપાસ કર્યા બાદ શહેરના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. શહેરભરમાં તપાસ આદરી હતી પરંતુ હજુ સુધી તે અજાણ્યા ગઠીયા કે રોકડ કોઈ ની પણ ભાળ મળી નથી. અને અચરજ જનક તો બાબત એ પણ છે કે વહેલી સવારમાં થયેલ આ ચોરી બાબતે મોડી સાંજ સુધી શહેર થાણામાં કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી.

- text