લોકપાલ સહિતના મુદ્દા કેન્દ્ર સરકારને યાદ કરાવો : અન્ના હઝારેને મોરબીથી પત્ર પાઠવાયો

- text


મોરબીના સામાજિક કાર્યકર નિર્મિત કક્કડ દ્વારા જુદા-જુદા મુદ્દે થઈ રજુઆત

મોરબી : મોરબી વિહિપ અગ્રણી અને સામાજિક કાર્યકર નિર્મિત કક્કડે ભ્રષ્ટાચાર મુદ્દે ચળવળ ચલાવનાર અન્ના હજારેને પત્ર પાઠવી જન લોકપાલ સહિતના મુદ્દે કેન્દ્ર સરકારનો કાન આમળવા રજુઆત કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ આપના ૨૦૧૧-૧૨ ના લોકપાલ બીલ, એન્ટી કરપ્શન, ભાવ વધારો વગેરે મુદ્દે કરેલા આંદોલનની યાદ અપાવી જણાવ્યુ હતું કે તમારા આંદોલન ની અસર થી UPA સરકાર શરણે થઇ ગઈ હતી અને વિચારવા મજબુર બની અને પ્રયત્ન કયાઁ પણ સફળ ન થયા. તેથી ભારત ના નાગરિકો એ ૨૦૧૪ મા સરકાર બદલી નાખી. આજે પણ દેશમાં ભ્રષ્ટાચાર,લોકપાલ,પેટ્રોલિયમ પેદાશન ભાવ વધારા સહિતની સતાવી રહી છે.
ત્યારે દેશ મા આજે પણ જન લોકપાલ બીલ નથી જે તમારા આંદોલન ની મુખ્ય માંગ હતી,આજે પણ દેશ મા મોટા પાયા પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, દરરોજ પેટ્રોલીયમ ઉત્પાદનો નો ભાવ વધારો દરેક ભારતીય ને સહન કરવો પડે છે,કાશ્મીર મા થતા વારંવાર આતંકી હુમલાઓ મા દેશ ના જવાનો શહીદ થઈ રહ્યા છે. વધુમાં આરબીઆઇના અહેવાલ મુજબ નોટબંધી થી કાળા નાણા પર અંકુશ લાગ્યો નથી.આ સંજોગોમાં આપ,આપના આંદોલન મા ઉપરોક્ત મુદાઓનો સમાવેશ થયેલ હતો. દેશ ની વતઁમાન પરિસ્થિતી કાંઇક અલગ જ છે. મારી આપને વિનંતી છે કે આપ સરકાર સાથે આ બાબતો ની મંંત્રણા કરશો.
અંતમાં નિર્મિત કક્કડ જણાવ્યું હતું કે હુ સ્થાનીક કક્ષા નો સામાજીક કાયઁકર છુ માટે મારી રજુઆત અસરકારક ન રહે, જેથી આપ આ કરવા સક્ષમ છો. અમને આપના પર પૂણઁ વિશ્વાસ હોવાનું જણાવી આ મુદ્દે લડત આપવા માંગ કરી હતી.

- text

- text