મોરબીની સેગમ સિરામિક કંપની રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત

- text


ટૂંકા ગાળામાં દેશ-વિદેશમાં કંપની છવાઈ જતા મુંબઈમાં મોરબીની કંપનીને એવોર્ડ પ્રાપ્ત થયો

- text

મોરબી : મોરબીના સિરામિક એકમો એક પછી એક નવા સાહસ થકી દેશ દુનિયામાં છવાઈ રહી છે. ત્યારે મોરબીની સેગમ સિરામિક કંપનીએ ખૂબ જ ટુક ગાળામાં બ્રાન્ડ નેમથી દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરતા મુંબઈમાં બોલીવુડની હસ્તીઓની હાજરીમાં રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
મુબંઈ ખાતે આયોજિત રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ કાર્યક્રમમાં મોરબીમા આવેલ સેગમ ટાઈલ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપનીને ટુંક સમયમા સેગમ બ્રાન્ડ ની અસામાન્ય પ્રતિભા અને સફળ મેનેજમેન્ટના પરિણામ સ્વરૂપે વિશ્વસ્તરે પ્રગતિ પામતાં તારલાનો રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ એવોર્ડ એનાયત થયો હતો.
વધુમાં રિશીકપુર સહિતની ટોચની બોલિહુડ હસ્તીઓની ઉપસ્થિતિમાં રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડનો ઍવોર્ડ મુબંઈ ખાતે મળતા સીરામીક ઉધોગ અને મોરબી જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે.
રાઇઝિંગ સ્ટાર એવોર્ડ સેરેમનીમાં આ તકે કંપનીના ડીરેકટર મુકેશ કુડાંરીયાએ એવોડઁ પ્રાપ્ત કયોઁ હતો. શ્રી મુકેશ કુંડારીયાએ આ અંગે મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી સેગમ સીરામીક કંપનીએ ખૂબ જ ટૂંકા ગાળામાં સીરામીક ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ તેમજ ગુણવત્તા અને ડિઝાઇનમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતવા બદલ તેમજ સેગમ એક વૈશ્વિક બ્રાડ તરીકે ઝડપથી ઉભરી આવતા અમને રાઇઝિંગ બ્રાન્ડ એવોર્ડ એનાયત કરાયો છે. જે અમારા અને મોરબી માટે ગૌરવની વાત છે.

- text