સ્થાનિક ઉમેદવારને જ ટીકીટ આપો : ટંકારાની પ્રજામાં ઉઠતો સુર

- text


નર્મદાયાત્રા બાદ ટંકારામાં રાજકિય ગરમાવો વધ્યો

ટંકારા : આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ટંકારા બેઠક માટે રાજકીય ગરમાવો વધ્યો છે જેમાં ખાસ કરી નર્મદયાત્રા બાદ રાજકીય ગતિવિધિ તેજ થવાની સાથે ટંકારાની જનતા સ્થાનિક અને યુવા નેતાને જ ટીકીટ આપવામાં આવે તેવી જીદ જોવા મળી રહી છે. જો કે બન્ને મુખ્ય પક્ષોને આ વખતે ધોડે ચડવું સેલુ ન હોવા છતાં ટિકિટ ફાઈનલ ના ખોખારા ખાઈને કેટલાક લોકોએ તો જનસંપર્ક પણ શરૂ કર્યા છે.
ભાદરવાની ગરમી જેમ વધી રહી છે તેવી રીતે ટંકારાની ઓટલા પરીષદોમા ચુંટણીના મુદે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શાસક પક્ષને નર્મદા મહોત્સવથી ગામડે ગામડે ફરી લોકો નો મિજાજ જાણી લીધો છે જ્યારે વિરોધ પક્ષ તો જન મત તેની સાથે જે એવુ ધારી ને બેઠું છે પંરતુ “યે પબ્લિક હૈ સબ જાનતી હે” જેવી નીતિ અખત્યાર કરવા નક્કી કર્યું છે. હાલ ટંકારમાં એકપણ પક્ષ પ્રજા ના પ્રશ્નો સાંભળી અને તેના નિવારણ થાય તેવા પગલાં પણ ભર્યા નથી કે આ માટે ઓફિસ કે કાર્યાલય પણ નથી.
મોટા ખેરખા ની શેહસરમ રાખ્યા વગર આજનો યુવાન જે રીતે નર્મદા મહોત્સવ દરમિયાન કામના હિસાબ માગતો થયો છે તે લોક શાહીને મજબુત પણ બનાવશે સાથે ભાજપે તો ચુંટણી પહેલા વાતાવરણ જોઈ લીધુ પણ કોંગ્રેસ પણ એમ ન સમજે કે બીજો વિકલ્પ નથી ક્યારેય ન દેખાતા ફોન ન ઉપાડતા અને રાજનીતિ સિવાય એક પણ પ્રજા નુ કામ ન કરનારનુ પણ કાન આમડી યુવાનો હિસાબ માગવા બેઠા છે.
ટંકારા બેઠક પર ચિમનભાઈ પટેલ,કેશુબાપા,વલ્લભભાઈ, મોહનભાઈ જેવા નેતાઓને જીત અપાવી છે. પંરતુ એક પણ વખત સ્થાનિકને તક નથી મળી ત્યારે બન્ને પક્ષો આ ચૂંટણીમાં સ્થાનિક નેજ ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી માંગ જનતામાં ઉઠી છે હાલની પરિસ્થિતિ જોતાં એક નવો યુવાન ચહેરો શાસક પક્ષ ને કિનારા સુધી પહોચાડી શકે છે તેવા સંજોગોમાં હવે ભાજપ-કાંગ્રેસ કેવા ઉમેદવારને ઉતારે છે તે જોઈ ને પ્રજાજનો કોને હાર પહેરાવાશે કે હાર બતાવશે તે સમય આવ્યે જ ખબર પડશે.

- text

- text