હળવદના રાણેકપરમાંથી વિદેશી દારૂ ઝડપી લેતી પોલીસ

- text


કોળી શખ્સના ઘરે દરોડો પાડતા રૂ. ૪૬૮૦૦ની કિંમતનો ૧૫૬ બોટલ દારૂ મળી આવ્યો

હળવદ : ગત મોડીરાત્રે હળવદ પીએસઆઇ શુક્લ સહિતના સ્ટાફે રાણેકપર ગામે કોળી શખ્સના ઘેર દરોડો પાડી રૂપિયા ૪૬૮૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ અને સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા અને વિજયદાન ગઢવીને મળેલી બાતમીને આધારે હળવદ તાલુકાના રાણેકપર ગામે મહેશ બચુભાઇ કોળી નામના શખ્સના ઘેર દરોડો પડતા વિદેશીદારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૫૬ બોટલો માલી આવતા પોલીસે રૂ.૪૬૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની આ સફળ કામગીરીમાં પીએસઆઇ શુક્લ સાથે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા, મહેશભાઈ બાલાસરા, વિજય ધાનડા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

- text

- text