હળવદના ઇશ્વરનગરમાં નર્મદાયાત્રાનો આક્રોશભેર વિરોધ

- text


ગ્રામજનોએ જાહેર માર્ગ ઉપર મગફળીનો પાક સળગાવ્યો : પહેલા પોષણક્ષમ ભાવ આપો પછી ગામમાં ઘૂસજો

- text

હળવદ : મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં ભારે વિરોધનો સામનો કરનાર નર્મદા રથયાત્રાને મોરબીના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે હળવદમાં લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો છે. આજે ઈશ્વરનગરમાં ખેડૂતોએ જાહેર માર્ગ ઉપર મગફળીના પથરા સળગાવી નર્મદારથનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ તાલુકામાં નર્મદા રથયાત્રા શરૂ થતાં પૂર્વે જ ગામે-ગામ સરકાર વિરોધી સૂત્રો સાથેના બેનરો લાગી ગયા છે જેમાં આજે ઈશ્વરનગરમાં તો ખેડૂતોએ રથને ગામમાં આવતો અટકાવી દઈ જાહેરમાર્ગ ઉપર મગફળીના પથરા સળગાવી નર્મદારથ સાથે આવેલા સરકારી બાબુઓ અને ભાજપના હોદેદારોને પહેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો પછી જ અમારા ગામમાં ઘૂસજો એવું જણાંવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હળવદના કેટલાક ગામોમાં તો સરકારી બાબુઓ ઘુસી શકે તેવી પરિસ્થિતિ ન હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે આ તો ફક્ત સરકારી કર્મચારીઓની આબરૂ સાચવવા જ નર્મદા રથને તાલુકામાં પ્રવેશવા દીધો છે.

- text