આજે ટંકારામા નર્મદારથયાત્રા નો છેલ્લો દિવસ

- text


ઓટાળા ગામે ભવ્ય સ્વાગત કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ટંકારા:ટંકારા તાલુકામાં આજે નર્મદા રથયાત્રાના આજે છેલ્લા દિવસે રથનું ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યું છે.

નર્મદા રથયાત્રા આજે વિરપર,ધ્રુવનગર,જીવાપર મિતાણા,ધ્રોલીયા,દેવળિયા ખાખરા અને ઓટાળા સહીત ના અન્ય ગામો મા વાજતે ગાજતે ફરતા આવકાર મળ્યો હતો ઓટાળા મા ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા બાળાઓ કંકુ તિલક કરી માં નર્મદા રથ યાત્રા ને વધામણાં કરી લોકો ને માહીતગાર કર્યો હતા.

- text

આજે છેલ્લા દિવસે ટંકારા ના અન્ય બાકી ગામડા મા રથ ફરી રહયો છે અને આવકાર મળી રહ્યો છે.
નર્મદા રથયાત્રામાં સરકારી તંત્ર અને ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા સાથે જીલ્લા સંગઠન પ્રમુખ રધુભાઈ ગડારા મોરબી મહા મંત્રી જ્યોતિસિંહ ટંકારા મહામંત્રી કિરીટ અંદરપા. અરવિંદ બારૈયા. પ્રભુ કામરીયા. રશિક દુબરીયા. ભાવિન સેજપાલ યુવા નેતા બેચર ગોધાણી મયુર ફેફર સહિત મોટી સંખ્યામાં પ્રક્ષ કાર્યકરો જોડાયા છે

ટંકારના દેવળિયા ગામે હરેશભાઈ એ હોશે હોશે ભોજનીયા કરાવી સૌરાષ્ટ્ર ની કહેવત અંન્ન નો ટુકડો ત્યાં હરી ઢુકડો જીવંત રાખ્યુ હતું.
આ તકે યુવા નેતા બેચર ગોધાણીએ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

- text