માળીયા મિયાંણાના અસરગ્રસ્ત કુટુંબોને સહાય ચૂકવવા રજુઆત

- text


માળીયા નગર પાલિકાના કાઉન્સિલર અને જિલ્લા આયોજન સમિતિના આમીન ભટ્ટીની માંગ

- text

માળીયા:માળીયા મિયાણા ના પુરઅસરગ્રસ્તો પૈકી હજુ અનેક લોકો સહાયથી વંચિત હોય તાકીદે કેસડોલ્સ,ઘરવખરી સહિતની સહાય ચૂકવવા માળીયા પાલિકાના કાઉન્સિલર અને જિલ્લા આયોજન સમિતિના આમીન ભટ્ટી દ્વારા જિલ્લા કલેકટર મોરબીને રજુઆત કરવામાં આવી છે.
માળીયા પાલિકાના સદસ્ય અને જિલ્લા આયોજન સમિતિના આમીનભાઈ ભટ્ટી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી પુર હોનારત બાદ માળીયાના અનેક લોકો કેસડોલ્સ,ઘરવખરી સહાય તેમજ અનેક લોકોના મકાન સંપૂર્ણપણે નાશ થઈ ગયા હોય આવા લોકોને સહાય ચૂકવણા બાકી છે જેથી તેમને તાકીદે સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી ઉઠાવી હતી.

- text