હળવદના ભૂગર્ભ,લાઈટ પાણી અને રસ્તા સહિતના પ્રશ્ને યુથ કોંગ્રેસનું આવેદનપત્ર

- text


ભૂગર્ભ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ:રસ્તા પરના કોમર્શિયલ દબાણો હટાવવા માંગ

હળવદ:હળવદ શહેરના રોડ, રસ્તા,ગટર,લાઈટ સહિતના પ્રશ્નો અંગે શહેર-તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિરને આવેદનપત્ર પાઠવી કસુરવાનો સામે પગલાં ભરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેર અને તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા હળવદની પ્રાથમિક સુવિધાને લાઇ લોકોને પડી રહેલી હાલાકી અંગે પ્રશ્ન ઉઠાવી ભૂગર્ભ ગતરનાબકામમાં એજન્સી દ્વારા લોટ,પાણી ને લાકડી જેવું કામ કરતા ગટરો ઉભરાવી લાઈન ચકઅપ થવી સહિતના પ્રશ્નો ઉઠવાયા હતા,

- text

વધુમાં આવેદનપત્રમાં રોડ-રસ્તાનો પ્રશ્ન ઉઠાવી કોંગ્રેસે જણાવ્યું હતું કે અમુક જુના રસ્તા સારા હોવા છતાં આવા રસ્તા તોડી નવા રસ્તા બનાવાય છે ભ્રષ્ટાચારના પાપે રસ્તાનબકામમાં હલકા મટીરીયલ વાપરવામાં આવતા રસ્તા બનતા સાથે જ તૂટી જાય છે આ સંજોગો માં તપાસ કરી રોડ રસ્તાના કામમાં ગેરરીતી ક4નાર સામે પગલાં ભરવા માંગ કરી છે.
દરમિયાન સ્ટ્રીટલાઈટમાં પણ વ્હાલા દવલની નીતિ અપનાવી કેટલાક વિસ્તારમાં નાની તો કેટલાક વિસ્તારમાં મોટી એલઇડી લાઈટ નાખવા માં આવી છે અને બજાર કરતા ઓણ ઉચ્ચભાવે ખરીદી કરી ગિલમાલ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત ચોમાસાના કારણે હળવડમાં ગંદકીનો માહોલ હોય રોગચાળો વકરી રહ્યો હોય પીવાના શુદ્ધ ઓણી લોકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવી હળવદની મુખ્ય બજારમાં ગેરકાયદે ખડકાયેલા દબાણ દૂર કરવા અંતમાં માગણી ઉઠાવવામાં આવી હતી

- text