વાંકાનેર મુસ્લિમ સમાજે સોનુ ડાંગરની અભદ્ર ભાષાની વીડિઓ કલીપના વિરોધમાં આપ્યું આવેદન

- text


સોનુ ડાંગરનો ચારેક દિવસ અગાઉ મુસ્લિમ સમાજ અને પેગંબર વિરુદ્ધ વીડિઓ વાયરલ થયેલો

વાંકાનેર :રાજકોટ ની લેડી ડોન તરીકે પ્રખ્યાત એવી સોનું ડાંગર ના મુસ્લિમ સમાજ અને સમાજના પૈગંબર વિષે અભદ્ર ટીપ્પણી કરતો સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિઓ બાબતે વાંકાનેર મુસ્લિમ સમાજે ધારાસભ્ય અને મહમદ રાઠોડ તેમજ ગુલમામદ ભાઈ બ્લોચ ની આગેવાનીમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું તેમજ વાંકાનેર શહેર થાણામાં ફરિયાદ પણ નોંધાવી છે.
લેડી ડોન તરીકે ઓળખાતી અને હમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી રાજકોટ ની સોનુ ડાંગર ના એક વીડિઓ સોશીયલ મીડિયા માં વાયરલ થયેલ વીડિઓ માં મુસ્લિમ સમાજ તેમજ તેમના ધર્મગુરુ મહમહ પેગંબર વિરુધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બેફામ કરેલા વાણી વિલાસ બાબતે વાંકાનેર મુસ્લિમ સમાજમાં રોષ ની લાગણી ઉઠવા પામી છે.
જે બાબતે આજરોજ બપોરના નમાઝ બાદ સમસ્ત મુસ્લીમ સમાજ એકઠો થઇ મહમદ રાઠોડ તેમજ ગુલામાંદભાઈ બ્લોચ તેમજ ધારાસભ્ય જાવેદ પીરઝાદા ની આગેવાની હેઠળ શહેર ના દાણાપીઠ ચોક માં એકઠા થઇ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાવનાર તેમજ સમાજમાં વૈમનશ્ય ઉભું થાય તેવી કલીપ હોય આ બાબતે વાંકાનેર મુસ્લિમ સમાજે આજરોજ રોષભેર એકઠા થઇ વિશાળ રેલી નું આયોજન કરી વાંકાનેર પ્રાંત ને પોતાની દુભાયેલ લાગણી બાબતે લેખિત માં રજૂઆત કરી હતી અને કાયદાકીય સખ્ત પગલા ભરવાની માંગ કરી છે. સાથોસાથ આ સોનું ડાંગર વિરુદ્ધ શહેર થાણા માં પણ ફરીયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરેલ છે.

- text

- text